તમે નવા લગ્ન કરેલા દંપતીને શું સલાહ આપશો?

Karnav Shah
0

લગ્ન - સંબંધ

Marriage – તમે નવા લગ્ન કરેલા દંપતીને શું સલાહ આપશો?, એવો પ્રશ્ન ક્વોરા.કોમ ઉપર એક વાચકે મને પૂછ્યો હતો કે જેનો મારા અનુભવને આધારે મેં આપેલ જવાબ અહીં છે, અને એ જ જવાબમાં મારી સલાહ મારા અનુભવ મુજબ નીચે પ્રસ્તુત કરું છું.

લગ્ન જીવન એ ૫૦:૫૦% ની ભાગીદારી નથી. દરેક વ્યક્તિએ 100% પ્રયત્નો કરવાના હોય છે.

અપેક્ષા રાખવી નહિ. એના મૂળમાં દુઃખ અને ઝઘડા હોય છે.

લગ્ન જીવનના પ્રથમ 3 થી 5 વર્ષનો તબક્કો ઘણા પડકારોથી ભરેલો હોય છે. પ્રેમ અને વિશ્વાસની આ પરીક્ષામાં જે ટકી જાય છે, આગળ જતાં આવા પતિપત્નીઓ ખૂબ ખુશ રહે છે. લગ્ન જીવનના 15 વર્ષ સક્ષમ નીકળે, અને એ સમયમાં જે વધુ યોગદાન અને બલિદાન આપે છે, એની તમામ અપેક્ષા બીજું પાત્ર યથાયોગ્ય પૂર્ણ કરે જ છે. લાગણી આ સમયમાં ખૂબ સારું કામ કરે છે.

એકબીકની શારીરિક, ભાવનાત્મક અને સામાજિક લાગણીઓની કદર કરો.

જાહેરમાં એકબીજા ઉપર મોટા અવાજથી બોલવું જોઈએ નહીં.

ઘરમાં પત્નીનું સન્માન જળવાય એવું વાતાવરણ રાખવું. પરિવારના નિયમો, માતાપિતા, બહેનની ઇચ્છા અને સમાજની અપેક્ષા પૂર્ણ કરવા પત્ની ઉપર દબાણ લાવવું જોઈએ નહીં. પત્ની ગાય જેવી હોય તો પણ રાણી ની જેમ જ રાખવી.

પત્ની દ્વારા કોઈ ભૂલ થાય અથવા એના સ્વભાવથી ઘરની શાંતિમાં ખલેલ પહોંચે તો બંધ રૂમમાં એની સાથે શાંતિથી, પ્રેમ થી ચર્ચા કરવી. એ ગમે તેટલા ઉશ્કેરે તો પણ પ્રેમથી જ. અંતે પત્નીનો ગુસ્સો, ફરિયાદ જતો રહેશે, અને સમજશે. સ્ત્રી આમ તો ખૂબ જ સમજદાર, અને ઘણા કામોમાં પુરુષ કરતા સક્ષમ હોય છે.

મેરેજમાં આત્મસન્માન જરૂરી છે. એકલદોકલ ઠીક છે, પરંતુ સતત ઘરેલું હિંસા ભલે પછી એ માનસિક, શારીરિક અથવા આર્થિક હોય, પણ એને સહન કરવી એ અયોગ્ય છે. પુરુષ અને સ્ત્રી પોતાની મર્યાદાઓને સ્વીકારી, સમજીને એકબીજાને હૂંફ, પ્રેમ અને જીવનભરનો સાથ આપવા, જીવન માણવા અને સંઘર્ષોમાં એકબીજાને સફળતાપૂર્વક ટેકો આપે, અને પરિવારનો વિકાસ કરે, એ લગ્ન સંસ્થાનો મુખ્ય સારાંશ છે.

એકબીજાની ઈચ્છા અને સ્વભાવને સ્વીકારવું. જરૂરી બદલાવ માટે સમય અને સહકાર આપવો, દબાવ અને માનસિક પીડા એ હિટલર વૃત્તિ છે.

બદલો લેવા કટુ વચનો બોલવા એ ખોટું છે. જાતે જ પોતાનું લગ્ન જીવન બગાડવાની મૂર્ખામી કરવી નહીં. તમારા આદર્શ વિચારો બીજા ઉપર થોપવા નહીં. સ્ત્રી અને પુરુષ બંને સરખી આઝાદી, વિકાસ અને પ્રેમના હકદાર છે.

તમારા ઉદાહરણમાં તમારા માતાપિતા, મિત્રો અને બહેને વગેરેનો સમાવેશ ના કરવો. ગોળ ખાવાનું બંધ કરે, એ જ ગોળ ખાવાનું બંધ કરવાનું કહી શકે.

અતિશય જૂઠું બોલવું નહીં. તમે ખોટું કરશો એ બીજા પાત્રને ખબર પડી જ જશે. એ અલગ વાત છે એ કહેવાનું ટાળશે.

તમારી ખૂબ જ ખાનગી ભૂતકાળની વાતો તમારી સમજ મુજબ શેર કરવાનું ટાળવું, નહીતો વારંવારના તાના આરોપો બનીને તમને સાંભળવામાં આવશે.

તમારા ઝઘડામાં મિત્રો અને પરિવારને મધ્યસ્થી ના બનાવો. વાતનું વતેસર ના કરવું. બહુ જરૂર પડે તો મેરેજ કાઉન્સેલરની સલાહ લેવી, એ તમારા હિતોને તટસ્થ રહી સાંભળે છે, અને નિરાકરણ માટે મદદ કરે છે.

બાળકોનો હાજરીમાં ગાળો ના બોલવી, ખરાબ વાતો, આદતો ના કરવી. હિંસા અને ઝઘડા ના જ કરવા. તમારા બાળકોને લગ્ન જીવન માટે આદર રહે, અને સેફ લાગે એવું તમારું વર્તન હોવું જોઈએ. બાળકો એ તમારા લગ્નજીવનમાં ફેવિકોલ જેવું કાર્ય કરે છે.

સમસ્યા દરેક કપલને હોય છે. તમને આના કરતા સારું પાત્ર મળી શકતે એવું વિચારવા વાળાઓએ કલ્પનાઓ માંથી બહાર આવવું જોઈએ. ખામી એ દરેક વ્યક્તિમાં હોય છે. પરિવારની સમસ્યા પણ દરેક જગ્યાએ હોય છે.

એક બીજાને ગમતા રહો, સહકાર આપો. બલિદાન આપો. હૂંફ અને સાથ આપો. સાચા ખોટામાં પણ સાથ ના છોડવો. એકબીજાને સફળ કરવા, જીતવા માટે પ્રેરણા આપો. એકબીજાના બેસ્ટ મિત્રો બનો.

માં ને માં નું સન્માન આપો. પત્નીને પ્રેમિકા અને રાણી નું સન્માન આપો. માં અને પત્ની વચ્ચે વાર્તાલાપ વધે, લાગણી વધે એવા પ્રયોગો કરો. બહેનોને ખૂબ પ્રેમ આપો, પરંતુ તમારા અંગત જીવન અને પારિવારિક મેટરોથી દુર રાખો. આમ પ્રથમ સલાહકાર તમારી પત્ની અથવા પતિ હોવો જોઈએ.

તમારા આર્થિક વ્યવહારો એકબીજાને જણાવો. તમારી હયાતી અને ભવિષ્યમાં પણ તમારી પત્ની અને પરિવાર નિરાધાર ના બને એવી સુરક્ષા આપો. પત્નીએ પણ એના આર્થિક વ્યવહારો, આવકો પતિ સાથે શેર કરવા જોઈએ. જે પણ છે એ બંન્નેનું જ છે. પારિવારિક જીવનનું નિર્વાહન કરીને કોઈ કોઈના ઊપર ઉપકાર નથી કરતું.

પત્નીના ઘર પાસે અપેક્ષા રાખવી, કે વ્યવહાર મંગવો એના કરતાં ભીખ માંગવી એ સન્માન નું કાર્ય છે. પત્નીના માતાપિતા એ તમારા નોકરો નથી. એમને તમારા જ માતાપિતા સમજો. પરંતુ જ્યાં રાખવું પડે ત્યાં સમજ મુજબ અંતર રાખવું.

દલીલોમાં ઉતરવું નહીં. હાર માની જ લેવી.

મનમાં ખરાબ અનુભવો લાંબા સમય સુધી રાખવા નહીં જોઈએ. માફ કરતા શીખો. મોટું દિલ રાખવું. જે છે એને બેસ્ટ બનાવો.

સુધારા એક દિવસમાં નથી આવતા. કોશિશ ચાલુ રાખવી જોઈએ.

આપના લગ્નજીવનની કોઈ સમસ્યા હોય, બાળકોના કોઈ પ્રશ્ન હોય અથવા પારિવારિક સમસ્યા શેર કરવા માંગતા હોવો, તો હું “લિવ મોર ફેમિલી” અને “દિયર ચેરી કિવિ”નામથી એન.જી.ઓ પ્રોજેકટ રન કરું છું, આપ મારો સંપર્ક કરી શકો છો. મારી કહાની અને અનુભવો તમે અહીંથી જાણી શકો છો. Karnav Shah (कर्णव शाह)’s answer to I want to die. I am 34, jobless and heartbroken. What should I do?

ક્વોરો.કોમ ઉપર કર્ણવની પ્રોફાઈલ અહીં વિઝીટ કરો.

Post a Comment

0 Comments

Thank you for your communication. I really appreciate you take your valuable time reading this BLOG.

I welcome your feedback, suggestion or further communication in any matter.

KARNAV SHAH

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top