What to do if children are afraid to sleep alone? બાળકો (Balko) જાતે સૂઈ શકે એવું હોવું જોઈએ. પોતાની જાતને શાંત પાડવાની તેમની ક્ષમતા વિકસિત કરીને, આપણાં બાળકો (Balko) તેમના ડર ઉપર જીત મેળવી શકે છે. આ જીત, નિપુણતા અને સ્વતંત્રતા તેમના જીવનના અન્ય ભાગોમાં પણ ફેલાશે, અને તેમના વિશ્વનો (વર્તમાન અને ભવિષ્યની ચેલેન્જોનો) સામનો કરતી વખતે તેમની આત્મવિશ્વાસ અને શક્તિની ભાવનામાં ઉમેરો કરશે.
કેટલાક બાળકો (Balko) એકલા સૂતાં ડરતા હોય છે. શબ્દોના આશ્વાસન આપતા અને પલંગ પાસે આપણે હોવા છતાં, સૂવાના સમયે તમે તેની બાજુમાં ઊંધો ત્યારે જ તમારું બાળક સૂઈ શકે છે. ડર શાંત કરવા માટે તર્કનો ઉપયોગ કરવાના પ્રયત્નોથી કંઇ પ્રાપ્ત થતું નથી.
જોઇન્ટ ફેમિલીમાં અને ખૂબ જ ઈમોશનલ વાલીઓનો બાળકોનો એકાંતમાં ઊંઘવાનો આગ્રહ રાખવો એ સંઘર્ષ પેદા કરી શકે છે જેના કારણે દરેકની ધીરજ ઘણી વાર ઓગળી જાય છે. અને પછી દલીલ અને આંસુ એને અનુસરે છે. મધ્યરાત્રિએ, બાળકોનું વધુ રડવું તમને ઉઠાડી દે છે, જેનાથી વાલીઓને રાત્રીએ થોડીક તકલીફો વેઠવી પડે છે. ઇમોશનલ હોવું એ એક સારો ગુણ છે, પરંતુ અમર્યાદિત લાગણીઓ કે જે આંધળા પ્રકારની હોય એ બાળકોના વિકાસ અને સામાજિક ઉછેરને અવરોધી શકે છે.
અહીં એક સામાન્ય ઉદાહરણ પ્રસ્તુત કરું છુ. એક બાળકી તેના પોતાના પલંગ પર સૂઈ શકતી નથી. એને ડર લાગે છે. રોજ રાત્રે ઊંઘવા માટે તેણીને તેની સાથે રહેવા માટે માતાપિતાની જરૂર હોય છે. તેના માતાપિતા તેને ચિંતા ન કરવાનું કહે છે, પરંતુ તે ચિંતિત રહે છે. તે પૂછે છે, “જો ચોર અથવા ભૂત આવે તો?” તેના માતાપિતા સૂચવે છે કે તે કોઈ બીજા સારા વિચાર કરે, અને ભૂત જેવું કશું હોતું નથી. પણ તે કહે છે, “મેં એવું વિચારવાના પ્રયત્ન કર્યો અને હું હજુ પણ ડરી રહી છું.”
બાળકીના માતાપિતા કંટાળી જાય છે. તે સૂઈ જાય ત્યાં સુધી તેણી તેમની સાથે તેમના પલંગ પર સૂઈ ગઈ. મધ્યરાત્રિમાં, તે જાગૃત થાય છે અને રડે છે અને ફરી તેના માતાપિતા તેને ઉંધાડવા માટે મદદ કરે છે. બાળકના માનસિક અને ઇન્ડિપેન્ડન્ટ વિચારોના વિકાસ માટે ખોટું હોવા છતાં, માતાપિતા આખરે બાળકને તેમના પલંગ પર સૂવા દે છે. અને પછી તે દરરોજ રાત્રે માતાપિતાના પલંગ પર હોય છે.
આ સમસ્યા ખરેખર ખૂબ સામાન્ય છે. આશ્ચર્યજનક સંખ્યામાં — 7 વર્ષનાં, 9 વર્ષનાં, 12 વર્ષનાં બાળકો, આખી રાત પોતાના પલંગ પર એકલા સૂઈ શકતાં નથી.
જો તમારા ઘરમાં આવું થઈ રહ્યું છે, તો તમેં એવી ચિંતા પણ કરતા હશો અને મનમાં પ્રશ્નો થતા હશે કે તમારા બાળકને થોડી ભાવનાત્મક સમસ્યા છે, અને અસલામતી ભાવ છે. કદાચ તમને લાગે કે તમારે બાળકને તેવું ન કરાવવું જોઈએ જે તે કરવા માટે તૈયાર નથી. કદાચ આ એક ડરને પ્રતિબિંબિત કરે છે જેણે તેને ઓછો કરવાની જરૂર છે. શું તમે બાળકો માટે ક્રૂર હોઈ શકો? શું બાળકોને પોતાનાથી દૂર કરી ઊંઘડવાથી તેમની માનસિક પીડામાં વધારો નહીં થતો હોય? બાળકો માટે તેમના માતાપિતા સાથે સૂવું સ્વાભાવિક નથી?
પરંતુ કદાચ તમને એવું લાગ્યું હશે કે આ બાળકોની આ સમસ્યા કૌટુંબિક જીવનને વિક્ષેપિત કરી રહી છે – બાળક માતાપિતા સાથે ઊંઘે ત્યારે ઘણા વાલીઓ ફીલ કરે છે કે પોતાનો કિંમતી સમયથી છીનવાઈ રહ્યો છે. કદાચ પતિ અને પત્ની વચ્ચેના સંબંધમાં બાળક અજાણતાએ દખલ કરે છે, અને માતાપિતા અને બાળક વચ્ચેના સંઘર્ષનું કારણ બને છે. જો બાળકો તેમના ડરનો સામનો કરી શકે અને તે દૂર કરી શકે તો બાળક વધુ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભર નહીં બને? જો આ ડર માસ્ટર કરી શકાય તો કુટુંબના દરેકને સારું ન લાગે?
આપણે ઇચ્છીએ છીએ કે આપણા બાળકો આત્મવિશ્વાસ અને સલામતતાની લાગણી અનુભવે, તેઓ સલામત છે તે જાણીને તેઓ વિકટ સ્થિતિમાં કમ્ફર્ટેબલ અને પોતાને સાંભળી શકવા સક્ષમ હોય, તેઓ ખરાબ લાગે ત્યારે મદદ મેળવવા સક્ષમ હોય, અને નાની ચિંતાઓથી પરેશાન થતાં પોતાને દિલાસો આપવા સક્ષમ હોય. આપણે ઇચ્છીએ છીએ કે આપણા બાળકો તેમની પોતાની લાગણીઓ જાણાવે, કંઇપણ ખોટી વાતોને ઓળખી શકે અને એમની સમસ્યાઓ વિશે વાત કરે. આપણને સ્વતંત્રતા અને નિકટતાનો સંતુલન જોઈએ છે. ઊંઘવાની વાત આવે ત્યારે, આપણે ઇચ્છીએ છીએ કે તેઓ જ્યારે અસ્વસ્થ ફિલ કરે ત્યારે રાત્રે માતા-પિતા પાસે ક્યારેક-ક્યારેક ઊંઘવા આવે, પણ નિયમિત ધોરણે એકલા સૂઈ જાય.
સંભવિત જોખમોની કલ્પના કરવાની ક્ષમતા, બાળકોના અનુભવ અને ઉમર વધતા વધતી જાય છે. બાળકો તે વસ્તુઓ વિશે વિચારે છે જે તેમને નુકસાન કરી શકે છે. “શું જો (What If)” વિચારસરણી નો તેમનામાં વિકાસ થાય છે. (જો કોઈ ઘરફોડ ચોરી કરનાર ઘરમાં પ્રવેશ કરે તો શું થાય? અપહરણકર્તાઓ મને મેળવવાનો પ્રયત્ન કરશે તો શું થશે?) આ કલ્પના કરવાથી તેમની નબળાઈ પ્રત્યે જાગરૂકતા વધી શકે છે. અને જ્યારે તેઓ ઊંઘે છે ત્યારે તેઓ જાગૃતતાના વિચારોના શરણે જાય છે. નિંદ્રા એ એવી અવસ્થા છે જ્યારે તેઓ નબળાઈ અનુભવે છે.
કદાચ તેઓ એક ડરામણી મૂવી જોયા પછી તેમને આવી એકલા નહિ ઊંઘવાની સમસ્યા શરૂ થયી હોય. કદાચ તેઓએ સાંભળ્યું હતું કે કોઈ પાડોશીના ઘરમાં ચોરી થઈ રહી છે, અથવા ટીવી સમાચાર પર અપહરણની અથવા જાતીયશોષણ વિષે સાંભળ્યું હોય. કદાચ બાળકના મનમાં ડર કોઈ કાર અકસ્માત પછી શરૂ થયો હોઈ શકે. અથવા કદાચ બાળક હંમેશાં બેચેન રહ્યું છે અને તે નવું ચાલવા શીખતું બાળક હતું ત્યારથી માતાપિતાની હાજરીની જરૂરત વાળું છે.
તર્કસંગત ચર્ચા શા માટે કામ કરતી નથી? બાળકની નબળાઈની આ સમસ્યાનું સમાધાન એ માતાપિતાના સંરક્ષણની શોધ કરે એમા છે. જ્યારે ડરી જાય છે, ત્યારે બધા બાળકો તેમના માતાપિતા સાથે જ આરામ મળે છે. તર્કસંગત ચર્ચા કામ કરતું નથી કારણ કે તમારું આધુનિક પુખ્ત મગજ બાળકના મગજમાં એક વ્યવહારદક્ષ પરંતુ ખૂબ પ્રાચીન મોડ્યુલ વાળા મગજ સાથે વાત કરી રહ્યું છે જે પાછલા 200,000 વર્ષોથી સુસંગત છે. જોખમનો વિચાર આવે એટલે મમ્મી-પપ્પાની નજીક જ રહો એવું વર્ષોથી બાળકો શીખતાં, જોતા આવેલા છે. બાળકો આ વિચારોને અવગણી શકતા નથી. પેઢીઓથી બાળકો માતાપિતા સાથે (અથવા ખૂબ નજીકમાં) સૂતા હતા.
આપણે સમસ્યાનું સમાધાન કેવી રીતે કરીએ?
1. નિયમિત સુવાના સમયનો વિકાસ કરો.
2. સમસ્યાનું ચર્ચા કરવા અને તમે તેને કેવી રીતે હલ કરી શકો છો તેની ચર્ચા કરવા માટે કુટુંબની નિયમિત મીટિંગ રાખો.
3. બાળકોના વહેમો દૂર કરે, જ્ઞાન વધારે એવી બેડટાઈમ સ્ટોરી કહેવી.
4. બાળકોનું આર્થીક, માનસિક અને શારીરિક શોષણ અટકાવો. તમારી ભૂલ કહી શકે એવા સક્ષમ બનાવો.
5. બાળકોને ભૂત આવશે, બાવો લઈ જશે જેવા વાક્યોથી ડરાવવા નહીં.
6. બાળકોને ઊંઘવાના સમયે ખૂબ આલિંગન, વહાલ આપવો, ગુડ નાઈટ કહેવું.
7. બાળકોના રૂમ અથવા જ્યાં બાળકો ઊંઘે ત્યાં બાળકોને ગમે એવા ડેકોરેશન, લાઈટ કરવા.
8. શરૂઆતમાં રાત્રે જાતે બાળકને જોવું, જેથી એની સ્થિતિનું માપ જાણી શકાય.
9. બાળકની પ્રશંશા કરો. એમને એમાથી પ્રેરણા મળે છે. બાળકના જીવનના આ બદલાવને એને જાતે જ મેનેજ કરવા દો.
10. ગુસ્સે થવું નહીં. સંયમ જાળવી રાખવો. બાળક સહકાર ના આપે તો રુલ સ્પષ્ટ કરો, બાળક ધીરે ધીરે ઓણ શીખે જ છે. ગુસ્સો અને સંયમ ખોવો, અથવા અવાસ્તવિક અપેક્ષાઓ તમારા ગોલને બગડે છે.
11. બાળકોની હાજરીમાં બાળકોને શોભે નહિ અથવા તેમના યોગ્ય નહિ હોય એવા સમાચાર, પ્રોગ્રામો વગેરે ટીવી અને મોબાઈલમાં બાળકોની હાજરીમાં જોવા નહિ.
12. તમને શું યોગ્ય લાગે છે એમ નહીં, પણ બાળકો માટે શું આજે અને ભવિષ્યમાં શું યોગ્ય છે, એમ વિચારીને કાર્યવાહી કરવી એ જ સાચું વાલીપણું છે.
13. તમારી સફળતાનો આનંદ માણો.
શાળામાં જવાની તાણ અથવા માતાપિતાથી છૂટા થવાની ચિંતા, ખૂબ ચીડિયાપણું અને ગુસ્સે ભરાવું, શીખવાની અસમર્થતા અથવા કુટુંબિક તણાવ અને સંઘર્ષ જો બાળકોમાં સતત હોય, અને ઉપરના પ્રયોગો કર્યા પછી પણ ચાલુ હોય તો આ એક વિશિષ્ટ સમસ્યા હોઈ શકે જે તણાવ અથવા ડિપ્રેશન તરફ બાળક ને દોરી શકે છે, જે બાબતે મનોવૈજ્ઞાનિકો અને બાળકોના થેરાપીસ્ટ માર્ગદર્શન આપીને, મૂળથી સમસ્યા સુધારી શકે છે. આપ અમારા એનજીઓ Dear Cherry Kiwi – Jivanamasteya નો સંપર્કમાં રહી માહિતી મેળવી શકો છો.
Thank you for your communication. I really appreciate you take your valuable time reading this BLOG.
I welcome your feedback, suggestion or further communication in any matter.
KARNAV SHAH